હળવદમાં વિદેશથી આવેલા ચાર લોકો આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ

- text


હળવદ : હળવદમા વિદેશથી આવેલા ચાર લોકો આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. જેમાં વિદેશથી ફરીને આવેલ ચાર વ્યક્તિઓને હોમકોરેન્ટાઇલ પર રાખવામાં આવ્યા છે. દુબઇ અને લંડન ફરીને આવેલ ચાર વ્યક્તિને 14 દિવસ સુધી હોમકોરેન્ટાઇલ પર રાખવામાં આવશે તેવી માહિતી મળી છે. આ ચાર લોકોની આરોગ્ય વિભાગ દ્ધારા ધરે દેખરેખ તેમજ ચેકઅપ કરવામા આવી રહ્યું છે. હાલ તકેદારીના ભાગરુપે ચારેયને ઘર બહાર ન નીકળાવા સુચના આપવામાં આવી છે. તેમજ આરોગ્ય વિભાગ દ્ધારા સતત ચેકઅપ કરવામા આવી રહ્યુ છે.

- text

ઉલ્લેખનીય છે કે હળવદમા કોરોના પોઝીટીવ કેસ હોવાની અફવા ફેલાઇ હતી. તેથી, તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે હજુ સુધી હળવદમાં કોઇ પોઝીટીવ કેસ નોંધાયો નથી. આ માત્ર એક અફવા જ છે. તેમજ લોકોને અફવાથી દુર રહેવાની અપીલ કરવામાં આવી છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text