મોરબીના BAMS ડોકટર એસોસિએશનનું જનતા કર્ફયુને સમર્થન

- text


મોરબી : મોરબી બી.એ.એમ.એસ.ડૉક્ટર્સ એસોસિએશનને વડાપ્રધાન મોદીના કોરોનાના લઈને કાલે જનતા કર્ફયુને સમર્થન આપ્યું છે. જેમાં આ જનતા કર્ફયુને લઈને બી.એ.એમ.એસ ડોકટરો કાલે રવિવારે બંધ પાળશે. જોકે આ ડોકટરોએ કાલે જનતા સમર્થનમાં જોડાવવાની સાથે ડોકટર તરીકેની પોતાની મહત્વની જવાબદારી નિભાવવા માટે બંધ દરમિયાન પણ ઇમરજન્સી તબીબ સેવા ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.

- text

કાલે જનતા કર્ફયુ દરમિયાન કોઈપણ વ્યક્તિને ઇમરજન્સી સારવારની જરૂર પડે તો તેમના ફેમેલી ડોકટરોનો સંપર્ક કરવાનો અનુરોધ કરાયો છે. સાથોસાથ બી.એ.એમ.એસ.ડૉક્ટર્સ એસોસિએશનને કોંરોનાથી બચવા માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં લોકોને પોતાની સુખાકારી રાખવા માટે સાવચેત બનીને ભીડમાં જવાનું ટાળવા અને અગત્યના કામે બહાર નીકળતી વખતે માસ્ક પહેરવા અને હેન્ડને સેનીટાઇઝ કરવાની અપીલ કરી છે.સામાન્ય તાવ શરદી કે ઉધરસ જણાઈ તો તુરત નજીકના ડોકટરનો સંપર્ક સાધવાની પણ અપીલ કરી છે. બી.એ.એમ.એસ. ડૉક્ટર્સ એસોસિએશનનના પ્રમુખ ડો. જીતેશ દઢાણીયા અને સેકેટરી મિલન જેતપરિયાએ કાલે જનતા કર્ફયૂને સમર્થન જાહેર કરી ઇમરજન્સી સેવા ચાલુ રાખી કોઈપણને ઇમરજન્સી સેવાની જરૂર પડે તો તેઓ તેમના ફેમેલી ડોકટરનો સર્પક સાધે તેવી અપીલ કરી છે.

- text