પીપળી ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા 3 શખ્સો 53 હજારની રોકડ સાથે ઝડપાયા

- text


મોરબી : તાલુકાના પીપળી ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા 3 શખ્સોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી તાલુકા પોલીસના પેટ્રોલિંગ દરમ્યાન પીપળી ગામની સીમમાં સ્વેલકો સીરામીક સામે જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા પોપટ ખીમજીભાઈ જાદવ, સલીમ ગફારભાઈ સિપાહી તથા દિનેશ મોહનભાઇ ઠોરીયાને 53000ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી જુગરધારાની કલમ હેઠળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text