વિરપર પાસે થયેલી લૂંટના બીજા આરોપીની પણ ધરપકડ

- text


ટંકારા : ટંકારા તાલુકાના વિરપર પાસે છરીની અણીએ બાઈક ચાલકને આંતરી લૂંટ કરનાર નદીમ ઉર્ફે બુધો તથા હુસેન લૂંટ કરી ભાગતા સમયે તેના બાઇકનો અકસ્માત થયો હતો. જ્યાં સ્થળ પરથી સ્થાનિકોએ તેને ઝડપી પોલીસને હવાલે કરતા બન્ને ઇજાગ્રસ્ત હોય સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા. જે બન્ને પૈકી એક આરોપીને હોસ્પિટલમાંથી રજા મળતા પોલીસે તેનો કબજો લીધો હતો. તેમજ ગઈકાલે અન્ય આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી.

- text

ટંકારા તાલુકાના વિરપર ગામ પાસે હાઈવે પર ધોળા દિવસે પસાર થતા બાઇક ચાલકને આંતરીને ડબલ સવારીમા આવેલા મોરબીના સિપાઈવાસ, નગર દરવાજાની રાંગ પાસે રહેતા નદીમ ઉર્ફે બુધો સતારભાઈ વડગામા અને હુશેન બેલીમ નામના બે યુવકોએ છરીની અણીઍ સાડાસાત હજારની લુંટ ચલાવી હતી. લૂંટ બાદ બાઈકમા ભાગવા જતા તેઓનું બાઇક પલટી ખાઇ જતા બન્ને હાઈવે પર ખાબકતા રાહદારીઓએ તેઓને દબોચી પોલીસને જાણ કરતા પોલીસે બન્ને લુંટારાઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે રાજકોટ ખસેડયા હતા. જયા બુધાને રજા આપતા ટંકારા પોલીસે તેનો કબજો લઈ રોકડ રકમ અને છરી કબ્જે કરી છે. તેમજ ગઈકાલે ટંકારા પોલીસ દ્વારા આરોપી હુશેન યુસુફભાઇ બેલીમની પણ ધરપકડ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે.

- text