મોરબીમાં કોરોનાના શંકાસ્પદ કેસને પગલે રાજકોટ મેડિકલ કોલેજની ટીમ દોડી આવી

- text


રાજકોટ મેડિકલ કોલેજની ટીમે કોરોના મામલે સિવિલ હોસ્પિટલના આઈસોલેંશન સ્ટાફને તાલીમ આપી : શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ સાંજે આવવાની શક્યતા : વિદેશથી પરત ફરેલા પાંચ લોકોનું મેડિકલ ચેકઅપ કરાયું

મોરબી : મોરબીમાં ગઈકાલે એક શંકાસ્પદ કોરોનાનો કેસ નોંધાયાને પગલે આજે રાજકોટ મેડિકલ કોલેજની ટીમ મોરબી આવી પહોંચી હતી અને રાજકોટ મેડિકલ કોલેજની ટીમે કોરોના મામલે સિવિલ હોસ્પિટલના આઈસોલેંશન સ્ટાફને તાલીમ આપી હતી. તેમજ શંકાસ્પદ દર્દીઓની કેવી રીતે સારવાર કરવી તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

મોરબીમાં ગઈકાલે એક યુવાનને કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને ગઇરાત્રે મોરબીના સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ હોસ્પિટલ તંત્રએ આ ગંભીર કેસમાં ભારે બેદરકારી દાખવીને યુવાનના માત્ર બ્લડ અને યુરિન સેમ્પલ લઈને રવાના કરી દીધો હતો. આથી, તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ હતી. બાદમાં અધિક કલેકટરે પોલીસની મદદથી એ યુવાનને અંતે આ હોસ્પિટલમાં તૈયાર કરાયેલા આઈસોલેંશન વોર્ડમાં ઓબ્ઝર્વેશનમાં રખાયો છે. હોસ્પિટલ તંત્રની આ ગંભીર બેદરકારીના પગલે રાજકોટ મેડિકલની ટીમ ટ્રેનિંગ આપવા માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં દોડી આવી હતી. આ મેડિકલ કોલેજની ટીમે કોરોનાના શંકાસ્પદ દર્દીની કેવી રીતે સારવાર કરવી તે અંગે હોસ્પિટલના આઈસોલેશન સ્ટાફને સઘન તાલીમ આપી હતી.

- text

મોરબીની સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન વિભાગમાં એક મેડિકલ ઓફિસર અને 6 નર્સીગ સ્ટાફ છે.આ સ્ટાફને રાજકોટ મેડિકલ ટીમે અગત્યનું માર્ગદર્શન આપ્યું હતું.જ્યારે કોરોનાના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ સાંજે આવવાની શક્યતા છે.આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં 60 વર્ષ ઉપરના લોકોને શરદી ઉધરસ હોય તેમને અલગ ઓપીડી શરૂ કરવામાં આવી છે અને શરદી ઉધરસ તાવ જેવા લક્ષણો ધરાવતા દર્દીઓ અલગ ઓપીડી શરૂ કરાઇ છે.તેમજ પાંચ લોકોએ જે વિદેશથી પરત આવ્યા હતા તે લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું પણ તેમની સ્થિતિ નોર્મલ જણાય હતી.આથી તેમણે હાલ રજા આપી દેવાઈ છે અને 14 દિવસના ઓબ્ઝર્વેશન હેઠળ રખાશે.

- text