એંઠવાડ ફેંકવાની બાબતમાં બે પડોશી મહિલાઓ બાખડતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

- text


મોરબી : મોરબીના કુબેર ચોકડી નજીક બે મહિલાઓ એંઠવાડ ફેંકવાની બાબતે બાખડી પડતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં ઢીંકાપાટુનો માર માર્યો હોવાની એક મહિલાએ પડોશી મહિલા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી મહિલા અને તેના પતિને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

- text

કુબેર ચોકડી નજીક શોભેશ્વર મંદિર, શાંતિવન સોસાયટીમાં એંઠવાડ ફેંકવા મામલે બે પડોશી મહિલાઓ બાખડતા એક મહિલાને ઇજા થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં ફરિયાદી 50 વર્ષીય મહિલા ઉલાસબા અનિરુદ્ધસિંહ ઝાલાએ પડોશમાં રહેતા મીનાબા વનરાજસિંહ ગોહિલ તથા તેના પતિ વનરાજસિંહ ઘનશ્યામસિંહ સામે પોતાના ઘર પાસે એંઠવાડ ફેંકવાની ના કહેતા આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ ફરિયાદી ઉલાસબાને ગાળો આપી બાદમાં પ્લાસ્ટિકનો ધોકો લઈ આવી ડરાવ્યાં હતા તેમજ મીનબાએ ફરિયાદીને ઢીંકાપાટુનો મૂંઢ માર મારી ઇજાગ્રસ્ત કરતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી સીટી. બી.ડીવી.ના એ.એસ.આઈ. આર.એમ.ઝાલાએ આરોપી એવા પતિ-પત્નીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text