કોરોના સામે સાવચેતી માટે ‘અવધ’ હોટેલ-રેસ્ટરોરન્ટનું ‘ઓનેસ્ટ’ પગલું

- text


મોરબી જિલ્લાની ત્રણેય બ્રાન્ચમાં ગ્રાહકોને હાથ સેનિટાઈઝેશન કર્યા બાદ ભોજન પીરસવાનું શરૂ કર્યું 

મોરબી : વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસનો ભારતમાં પગપેસારો થતા જ સરકાર સતર્ક બની છે અને સાવચેતીના તમામ પગલાંઓ લેવાઈ રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકોને સ્વચ્છતાના તમામ ધોરણો જાળવવાની તાકીદ કરાઈ છે. જે અન્વયે મોરબી જિલ્લામાં આવેલી અવધ-ઓનેસ્ટ રેસ્ટોરન્ટમાં જમવા જતા ગ્રાહકોને હાથ સેનિટાઈઝર કર્યા બાદ જ ભોજન પીરસવાનું શરૂ થયું છે.

કોરોનાનો ચેપી વાઇરસ હાથ પર, કપડાં પર, મોં પર ચામડી પર તેમજ કોઈ પણ વસ્તુની સપાટી પર 7થી 8 કલાક સુધી જીવિત રહી શકે છે. આથી જો કોઈ વ્યક્તિ જમતા સમયે હાથ-મોંની સ્વચ્છતા ન રાખે તો અન્યત્રથી વ્યક્તિને સ્પર્શેલો વાઇરસ તેના શરીરમાં પ્રવેશી શકે છે. આથી આરોગ્ય વિભાગે હોટલ-રેસ્ટોરન્ટના સંચાલકોને સ્વચ્છતા જાળવવાના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના જારી કરી છે. આ સૂચના અન્વયે મોરબી જિલ્લાના હાઇવે પર સ્થિત અવધ-ઓનેસ્ટ હોટલની ત્રણ બ્રાન્ચમાં આજથી જ એ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. અવધ-ઓનેસ્ટ હોટલમાં જમવા જતા કે નાસ્તો કરવા જતાં તમામ ગ્રાહકોના હાથ સેનિટાઈઝર સીરપ વડે સ્વચ્છ કરાવવામાં આવે છે. જેથી કરીને ગ્રાહક જો ક્યાંયથી કોરોના વાઇરસથી બાહરી ગ્રસિત થઈ આવ્યો હોય તો જમતા સમયે એ વાઇરસ તેના શરીરમાં ના પ્રવેશે. ગ્રાહકોની આરોગ્ય સુરક્ષા અંગે સંપૂર્ણ કાળજી લેવા આ હોટલ-રેસ્ટોરન્ટમાં તમામ વેઈટર સહિતના સ્ટાફને ખાસ પ્રશિક્ષિત કરાયા છે. જેમાં ગ્રાહક ભગવાનનું સ્વરૂપ જ છે એમ માની તેની તમામ પ્રકારની આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત થાય તેનું ધ્યાન રખાય છે તેવું સંચાલક કિશોરભાઈ રાઠોડે જણાવ્યું હતું.

- text

ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગની સૂચનાઓનું પાલન કરવાથી કોરોના વાઇરસનો ચેપ લાગવાની સંભાવના નહિવત થઈ જાય છે. હાલ હોટલોમાં જમવાના બે ટેબલ વચ્ચે યોગ્ય અંતર જાળવવાની તેમજ વધુ ગ્રાહકોની ભીડ નજીક નજીક એકઠી ન થાય તેવી સૂચના પણ અપાઈ છે.

- text