ટંકારામાં પોલીસ કર્મીઓ અને તેમના પરિવારજનો માટે મેડિકલ કેમ્પ યોજાયો

- text


ટંકારા : ટંકારા તાલુકા હેલ્થ ઓફિસની મેડીકલ ટીમ દ્વારા સમાજ સુરક્ષા માટે સજજ પોલીસ જવાનો અને તેમનો પરીવાર શારીરિક રીતે સ્વસ્થ રહે એવા હેતુથી હેડક્વાર્ટર ખાતે મેડીકલ ચેકઅપ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું.

- text

આ કેમ્પમાં બિપી, સુગર, વજન, લેબોરેટરી ટેસ્ટ અને ખાસ કોરોના તેમજ અન્ય રોગ સહીતની ચકાસણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા થાણા અધિકારી એલ. બી. બગડા માર્ગદર્શન હેઠળ પ્રવિણભાઈ મેવાએ જહેમત ઉઠાવી હતી. મેડીકલ ચેકઅપમાં ડો. અસ્મિતાબેન સનારીયા, ડો. મિતલબેન હાલપરા, મેડીકલ ટીમના યુ. એસ. ગૌસાઈ, રેનિશ કડીવાર, મિનાબેન ખાંભલા, ધારાબેન સોલંકી અને હિતેશભાઈ પટેલે સેવા આપી હતી.

- text