હરબટીયાળીમાં મહિલા આરોગ્ય કેમ્પ અને સ્વચ્છતા સેમિનાર યોજાયો

- text


ટંકારા : ગત તા. 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ટંકારાના હરબટીયાળી ગામ મુકામે રાજકોટ રાઉન્ડ ટેબલ અને પાયલ હોસ્પિટલ તેમજ સરદાર લેઉવા પાટીદાર સમાજ, ટંકારા મહિલા સમિતીના સહયોગથી મહિલા આરોગ્ય કેમ્પ અને સ્વહસ્તે સ્વચ્છતા સેમિનારનુ આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ધ્રુવનગર સ્ટેટના ધર્મરાજસિંહ જાડેજા, અશોકભાઈ સંધાણી, સરદાર લેઉવા પાટીદાર સમાજ, ટંકારા મહિલા સમિતી અને હરબટીયાળી ગામના લોકો એ ભારે જહેમત ઉઠાવી હતી.

- text