પ્રેમજીનગર (મકનસર)માં વીજ ચોરીની ફરિયાદ કરનાર સાથે મારામારી

- text


મોરબી : પ્રેમજીનગર (મકનસર)માં વીજ ચોરીની ફરિયાદ કરનાર યુવક સાથે મારામારી કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. જે મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબીના પ્રેમજીનગર (મકનસર)માં ગત તા. 9 માર્ચના રોજ રાતના સાડા નવેક વાગ્યા આસપાસ આરોપી વેલજીભાઈ નથુભાઈ શેખવાએ ફરિયાદી રમેશભાઈ ઉગાભાઈ મુંછડીયા (ઉ.વ. ૪૦, ધંધો મજુરી, રહે. પ્રેમજીનગર બોદાનગર (મકનસર) તા-જી મોરબી) કહેલ કે ‘તુ ગામના માણસો લંગરીયાથી જી.ઈ.બીની લાઈટ વાપરે છે, તેવી અરજી કરે છે.’ જેથી, ફરીયાદીએ ના કહેતા આરોપી વેલજીભાઈ એ એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળો આપેલ, તે વખતે ત્યાં હાજર રહેલ વેલજીભાઈના બંને દીકરા આરોપીઓ ) જયેશભાઈ અને ગુલાબભાઈ એ પણ આ ફરીયાદીને ગાળો આપી કપાળના ભાગે મુંઢ માર મારી તેમજ ફરીયાદી તથા તેના પત્નીને મારી નાખવાની ધમકી આપી હતી. આથી, રમેશભાઈ એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text