મોરબી : અગરિયાઓના લાભાર્થે નિદાન-સારવાર કેમ્પ યોજાયો

- text


મોરબી : ગઈકાલે 8 માર્ચના રોજ મોરબી જિલ્લા પંચાયત, આરોગ્ય શાખા, મોરબી તાલુકા હેલ્થ ઓફિસ તથા મોબાઇલ હેલ્થ યુનિટ-આમરણના સંયુક્ત ઉપક્રમે અગર વિસ્તારના પ્રજાજનો માટે તેમના સ્વાસ્થય સુખાકરી માટે સર્વ નિદાન કેમ્પનું આયોજન બગસરા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ડો. હિરેન કારોલીયા – ગાયનેકોલોજિસ્ટ, ડો. ભાવેશ પરમાર – પીડિયાટ્રિશિયન, ડો. નિરાલી ભાટીયા (MBBS) તથા ડો. જાગ્રુતી ગાંભવા (MBBS) એ સેવા આપી હતી. આ કેમ્પ માટે જયદીપ સોલ્ટ – અગરિયા વિસ્તાર લવણપુર તથા અગરિયા હિતરક્ષક મંચ – મોરબી દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. આ કેમ્પમાં બહોળા પ્રમાણમાં દર્દીઓને નિ:શુલ્ક નિદાન-સારવાર આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અગરિયાઓના લાભાર્થે વવાણીયા, વરસામેડી સહિતના ગામોમાં નિદાન-સારવાર કેમ્પ યોજવામાં આવ્યા હતા.

- text