હળવદ એપીએમસી દ્વારા બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને બપોરનું ભોજન અપાશે નિઃશુલ્ક

- text


ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ સાથે વાલીને પણ ભરપેટ નિશુલ્ક ભોજન પીરસાશે

હળદર: બોર્ડની પરીક્ષાને આડે હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ હળવદ યાર્ડ માં આવેલ ખેડૂત ભોજનાલયમાં ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને અને તેની સાથે આવતા વાલીઓને નિશુલ્ક ભોજન આપવાનું એપીએમસી દ્વારા જાહેર કરાયું છે

ખાસ કરીને બોર્ડની પરીક્ષા દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ વહેલા પરીક્ષા કેન્દ્રો પર આવી જતા હોય છે જેથી વિદ્યાર્થીઓને અને તેની સાથે આવેલ વાલીઓને સ્વાદિષ્ટ નિશુલ્ક ભોજન મળી રહે તે માટે હળવદ એપીએમસી દ્વારા બોર્ડની પરીક્ષા દરમિયાન એપીએમસી ખાતે આવેલ ખેડૂત ભોજનાલયમાં વિદ્યાર્થીઓને અને તેની સાથે આવેલ વાલીને બપોરનું ભોજન કરાવવાનું જાહેર કરાયું છે.જેથી વિદ્યાર્થીઓને અને વાલીઓને ખેડુત ભોજનાલઈ એ ભોજન લેવા એપીએમસી દ્વારા અપીલ કરાઇ છે

- text

અત્રે ઉલ્લેખનીય છે કે હળવદ એપીએમસી દ્વારા લોક ઉપયોગી અને ખાસ કરીને ખેડૂતો ઉપયોગી વિવિધ યોજનાઓ જાહેર કરાઈ છે ત્યારે ખાસ કરીને બોર્ડની પરીક્ષા દરમિયાન ગામડેથી આવતાં વિદ્યાર્થીઓ ને નિશુલ્ક અને સ્વાદિષ્ટ ભોજન મળી રહે તેવા હેતુ સાથે રાજ્યના પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા તથા હળવદ એપીએમસીના ચેરમેન રણછોડભાઈ પટેલ અને એપીએમસીના તમામ ડિરેક્ટરોએ ગયા વર્ષે ખેડૂત ભોજનાલયમાં વિદ્યાર્થીઓને અને તેની સાથે આવેલ વાલીઓને નિશુલ્ક ભોજન પીરસવાનું નક્કી કરાયું હતું જેથી આ વર્ષે પણ વિદ્યાર્થીઓ સાથે વાલીને નિશુલ્ક ભોજન આપવામાં આવનાર હોવાનું એપીએમસીના સેક્રેટરી મહેશભાઈ પટેલ અને ખેડૂત ભોજનાલયના સંચાલક હિતેશભાઈ લોરીયા જણાવ્યું હતું

- text