રાજકોટમાં યોજાયેલ સર્વધર્મ ધમ્મ પરિષદમાં મોરબીના હેતલબેન જાદવનું શીલ્ડ આપી સન્માન

- text


મોરબી : રાજકોટ ખાતે કવિ રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્સ મેદાનમાં અખિલ ભારતીય બૌધ્ધ ધમ્મ સંઘ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સર્વધર્મ ધમ્મ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં બૌદ્ધ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, દાઉદી વ્હોરા, સ્વામીનારાયણ સંપ્રદાય તમામ ધર્મના ધર્મગુરૂઓ તથા સિવિલ જજ નિવૃત ડીવાયએસપી સાહેબ જેવા અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા. તેમજ આ પ્રરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ ધર્મ વચ્ચે એકતા સ્થપાય અને ભાઈચારાની ભાવના કેળવાય તે માટે આ સંસ્થા અખિલ ભારતીય બૌધ્ધ સંઘ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ તકે સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોરબીના સરકારી કર્મચારી હેતલબેન જાદવ દ્વારા કરવામાં આવ્યું હતું. જે બદલ તેમને ફુલહાર પહેરાવી શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલ હતા.

- text