જબલપુર ગામે રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

- text


વિજેતા ટીમને મહિલા ફોજદારના હસ્તે ટ્રોફી અપાઈ

ટંકારા : ટંકારાના જબલપુર ગામમાં પ્રતિ વર્ષ શિયાળુ સત્ર દરમિયાન રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટનુ આયોજન ગામના યુવકો દ્વારા કરવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ તાલુકાના યુવાનોને સાથે જોડવા અને ફિટનેસ જાળવવાનો હોય છે. જેમા આ વર્ષે પણ તાલુકાની 64 ટીમો જોડાઈ હતી. જેમા અંતે જેન્યુન અને શ્રીજી ઈલેવન વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી. જેમા ભારે રસાકસીના અંતે જેન્યુન ટીમ વિજેતા બની હતી. જેને ટંકારા મહીલા ફોજદાર એલ બી. બગડાના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ તકે સરપંચ કિશોરભાઈ સહિતના નગરજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

- text