મોરબીમાં પ્લોટના દબાણ કરવા મામલે મહિલાને ઈંટોનો ઘા મારી ધમકી આપી

- text


માતા-પુત્ર સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીના સામાકાંઠે પ્લોટમાં દબાણ કરવા મામલે મહિલાને માતા-પુત્રએ ઈંટોનો ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે મહિલાની ફરિયાદ પરથી માતા-પુત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મુકતાબેન હીરાભાઇ મોઢવાડીયા (ઉ.વ.૪૦.રહે મોરબી-૨, ભાડીયાદ કાંટા, જીવરાજ પાર્ક, સાયાન્સ કોલેજની પાછળ, બાલાજી ફ્લોરમીલ) એ જયાબેન બોચીયા તથા જયાબેનનો નાનો દીકરો (બંને રહે- બોધ્ધનગર સાયન્સ કોલેજની પાછળ) સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૨૨ ના રોજ ફરીયાદી પોતાના પ્લોટ ખાતે ગયેલ હોય, જેમા દબાણ કરેલ હોય, જે બાબતે ફરીયાદીએ આરોપીને પુછતા પોતે નહી કરેલ હોવાનું જણાવ્યા બાદ આ બાબતનું મનદુ:ખ રાખી આરોપીઓએ ફરીયાદીના ઘરે જઈ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી નીચે પડેલી ઇંટોના છુટા ઘા કરી ફરીયાદીને માથાના ભાગે ઇજા કરી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી વધુ તપાસ હાથ ધરી છે.

- text