ટંકારાના લજાઈ ગામે ચાર વર્ષ પૂર્વે બનેલા ટાંકામાં અત્યાર સુધી પાણી જ ભરાયું નથી!!

- text


ટાંકા ઉપર લગાવેલ તકતી પણ કોરેકોરી, સરપંચની કામગીરી પર ઉઠતા સવાલો

ટંકારા : લજાઈ ગ્રામ પંચાયત હસ્તકના અનુસૂચિત જનજાતિ વિસ્તારમાં રહેતા રહીશો માટે ચાર વર્ષ પૂર્વે બનેલા પાણીના ટાંકાને આજદિન સુધી કિન્નાખોરી રાખીને ભરવામાં આવતો ન હોવાની રાવ ત્યાના રહીશો કરી રહ્યા છે તો સાથે સાથે ટાકા પર લાગેલી ગામની તકતી ગાંધીજીના સ્વચ્છતા અભિયાનને માન આપે તેવી કોરિધાડ હોય એ પણ અનેક સવાલ ઉભા કરે છે.

- text

સમગ્ર મામલે મહિલા સરપંચ સાથે વાત કરવાનો પ્રયાસ કરતાં તેમની તબિયત નાદુરસ્ત હોય તેમના પરિવારના સભ્યોએ ફોન ઉપાડ્યો હતો અને બહાનું ધરી દીધુ હતું ત્યારે સવાલ એ છે કે આ ટાકો શા માટે બન્યો અને હવે તેનો ઉપયોગ કેમ નથી થતો. જો કે આ બાબતની તપાસ ઉચ્ચ અધિકારીઓ કરે અને બોડી પણ આંતરિક રાજકારણને બાજુ પર રાખી ન્યાયનો દ્રષ્ટિકોણ જોવે તો 100% ભુલ દેખાશે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે.

- text