નવલખી રોડ પર ત્રિમંદીર પાસે ટ્રક પલ્ટી મારી જતા ભારે ટ્રાફિકજામ

- text


ટ્રક પલ્ટી જતા ડ્રાઇવરને ઇજા પહોંચી : બે અઢી કિમિ દૂર નવલખી ફાટક સુધી ટ્રાફિકજામ સર્જાતા અનેક વાહન ચાલકો અટવાયા

મોરબી : મોરબીના નવલખી રોડ પર ત્રિમંદીર પાસે આજે બોપરે એક ટ્રક પલ્ટી મારી જતા ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. જો કે ટ્રક પલ્ટી જતા ડ્રાઇવરને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. બે-અઢી કિમિ દૂર નવલખી ફાટક સુધી ટ્રાફિકજામ સર્જાતા અનેક વાહન ચાલકો અટવાયા હતા.

- text

મોરબીના નવલખી રોડ ઉપર ત્રીમંદિર પાસે આજે બોપરના સમયે એક રેતી ભરેલો ટ્રક પસાર થઈ રહ્યો હતી. તે દરમિયાન ટ્રક ડ્રાઇવરે કોઈ કારણોસર ઓચિંતા ટ્રક પરથી કાબુ ગુમાવતા આ રેતી ભરેલો ટ્રક રોડની વચ્ચોવચ પલ્ટી મારી ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં ટ્રક ડ્રાઇવરને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. જયારે રોડની વચ્ચોવચ ટ્રક પલ્ટી જતા બન્ને બાજુએ રોડ બ્લોક થઈ ગયો હતો અને વાહન વ્યવહાર અટકી ગયો હતો અને ત્યાંથી બે-અઢી કિમિ દૂર નવલખી ફાટક સુધી ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. જેથી, વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. બાદમાં રોડની વચ્ચોવચ પડેલા ટ્રકને ક્રેઇનની મદદથી દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.

- text