ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે : ચાલુ બાઈકે મોબાઈલમાં વાત કરનાર ચાલકે ટ્રાફિક પોલીસને ધમકાવ્યા

- text


ચાલુ બાઈકે વાત કરવા મામલે બાઇકને ડિટેઇન કરતા ટ્રાફિક પોલીસને બન્ને શખ્સોએ ધમકી આપ્યા બાદ બન્નેને ઝડપી લેવાયા

મોરબી : મોરબીના સામાકાંઠે ચાલુ બાઈકે મોબાઈલમાં વાત કરવા મામલે ફરજ પરના ટ્રાફિક પોલીસે બાઇક ચાલકને ઉભો રાખી મેમો ફટરકારતા બાઇક ચાલક સહિત બે શખ્સોએ ટ્રાફિક પોલીસને ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી. આથી, ટ્રાફિક પોલીસે બન્ને શખ્સોને ઝડપીને બન્ને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

આ બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર સીટી ટ્રાફિક શાખાના પોલીસ હેડ કોન્સ. જીજ્ઞેશભાઇ દેવદાનભાઇ મિયાત્રા ઉ.વ-૩૨ ગઈકાલ તા ૩ ના રોજ શક્તિ ચેમ્બર સામે નેશનલ હાઈવે રોડ મોરબી ખાતે ટ્રાફિકની ફરજ પર હતા. તે સમયે પ્રિન્સકુમાર શિવનારાયણ રાય ઉ.વ-૩૦ રહે-બાહુરૂલીયા, તા.આન્દર, જી-શિવાન, બિહાર, હાલઃ- સીરામીક સીટી, ફેલેટ નં-૬૦૪, લાલપર, તા.જી-મોરબી તથા હર્ષભાઇ રમેશભાઇ પટેલ ઉ.વ-૨૯ રહે-ધનશ્યામ દુબે ચલ, મુંબઇ, હાલ ઓસો ટાવર, કામધેનુ સામે, મોરબી વાળાઓ મોબાઇલમાં વાત કરતા બાઇકમાં નીકળતા ફરજ પરના ટ્રાફિક પોલીસે આ બન્નેને રોકી તેઓ પાસે લાઇસન્સ તથા મોટર સાયકલના કાગળોને લગતા કાગળો માંગતા બન્ને આરોપીઓએ લાયસન્સ તથા કાગળો આપવા નથી. તમારાથી થાય તે કરી લેજો તેમ કહેલ. જેથી, ટ્રાફિક પોલીસે બાઇકને ડીટેઇન કરી મેમો ભરી મેમામાં સહી કરવાનો ઇનકાર કરી ફરજમાં રૂકાવટ કરતા ટ્રાફિક પોલીસે બન્ને શખ્સોને ઝડપી લીધા હતા અને બન્ને સામે આ મામલે ફરિયાદ નોંધાવીને વધુ તપાસ હાથ ધરી છે.

- text