મોરબીના સુપર ટોકીઝથી કપિલા હનુમાન સુધીના રોડના કામનું ખાતમુહૂર્ત

- text


પાલિકા તંત્ર દ્વારા 53.27 લાખના ખર્ચે સી.સી. રોડ બનાવવામાં આવશે

મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા સુપર ટોકીઝથી લઈ મહેન્દ્રપરા મેઈન રોડ આસ્વાદ પાન સુધી અને આસ્વાદ પાનથી કપિલા હનુમાન મંદિર સુધી બે કટકામાં રોડના કામને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આજે નગરપાલિકા તંત્ર દ્વારા મંજૂર થયેલા આ રોડને સીસી રોડથી મઢવા માટેના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

- text

મોરબીમાં ચોમાસાથી મોટાભાગના માર્ગોની ખરાબ હાલત છે. શહેરના મોટાભાગના માર્ગોની બદતર હાલત હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. ત્યારે મોરબી નગરપાલિકા તંત્ર દ્વારા ખરાબ માર્ગોનું નવીનીકરણ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં પાલિકા તંત્ર દ્વારા શક્તિ પ્લોટ મેઈન રોડનું કામ શરૂ કરાયા બાદ અન્ય ખરાબ રોડના કામો હાથ ઉપર લેવામાં આવ્યા છે. જેમાં આજે પાલિકા તંત્રએ સુપર ટોકીઝ રોડથી લઈ મહેન્દ્રપરા મેઈન રોડ આસ્વાદ પાન સુધી અને આસ્વાદ પાનથી કપિલા હનુમાન મંદિર સુધી બે કટકામાં રોડના કામને મંજૂરી આપ્યા બાદ આ રોડને સીસી રોડથી મઢવા માટેના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પાલિકા પ્રમુખ કેતન વિલપરા, ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ સહિતના દ્વારા આ રોડનું ખાતમુહૂર્ત કરીને કામનો પ્રારંભ કરાયો હતો. હાલ અહીંયા ડામર રોડ છે. ત્યારે હવે ત્યાં સીસી રોડ બનાવવામાં આવશે. જેથી પાણી ભરાવવાની સમસ્યામાંથી મુક્તિ મળશે. રૂ. 53.27 લાખના ખર્ચે અડધા કિમીના રસ્તો બનશે. બાકીના રોડના કામો હવે પછી શરૂ કરવામાં આવશે તેમ પાલિકા પ્રમુખ કેતન વિલપરાએ જણાવ્યું હતું.

- text