મોરબી : સુરત ખાતે 17 ફેબ્રુઆરીએ યોજાનાર ભારતીય વાયુસેનાની ભરતીમાં જોડાવા આહવાન

- text


મોરબી : ભારતીય વાયુ સેના દ્વારા Group ‘y’ (Non-Technical)Medical Assistant Tradeમાં અપરણીત પુરૂષ ઉમેદવારો માટેની ભરતી રેલીનું તારીખ ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, ઉધના, મગદલા રોડ, વેસુ, સુરત, ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાયકાત તરીકે ફિઝીક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, અને ઈંગ્લીશ વિષય તેમજ સેન્ટ્રલ/સ્ટેટ એડ્યુકેશન બોર્ડમાંથી ૫૦% માર્કસ સાથે ધોરણ -૧૨ પાસ અને ઈંગ્લીશ વિષયમાં ૫૦% માર્ક્સ હોવા જરૂરી છે. ઉંમર:- ૧૭ જાન્યુઆરી ૨૦૦૦ થી ૩૦ ડિસેમ્બર ૨૦૦૩ દરમિયાન જન્મેલ હોવા જોઈએ. ઉંચાઈ :- પુરુષ-૧૫૨.૫ સી.એમ., છાતીનું માપ :- ફુલાયેલી અને વગર ફુલાયેલી છાતી વચ્ચે ૫ સી.એમ. નો તફાવત, વજન:- ઉમર અને ઉંચાઈના પ્રમાણમાં દ્રષ્ટી:- 6/36 each eye conectable to 6/9 each eye શરીર પર ટેટુ ન હોવુ જોઈએ. ભરતીરેલી સ્થળ પર તારીખ ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૦ અને સવારે ૬ :૦૦ કલાકે હાજર થવાનું રહેશે. વધુ વિગત જેવી કે સાથે રાખવાના પ્રમાણપત્રો/પરીક્ષા પધ્ધતિ વગેરે માટે www.airmenselection.cdac.in વેબસાઈટ સર્ચ કરવા મોરબી જિલ્લા રોજગાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text