નવલખી બંદરે ચાર આતંકીઓએ બાર્જને હાઇજેક કર્યું, તમામની ધરપકડ : મોકડ્રિલ

- text


આરડીએક્સના પેકેટ અને ચાર હથિયાર કબજે : પોલીસની ત્વરિત કાર્યવાહી

મોરબી : મોરબી જિલ્લાના નવલખી બંદરે ચાર આતંકીઓ આરડીએક્સના જથ્થા અંર હથિયારો સાથે આવી પહોંચ્યા હતા અને તેઓએ એક બાર્જને હાઇજેક પણ કરી હતી. આ અંગે પોલીસ તંત્રને જાણ થતા તેઓએ ઘટના સ્થળે દોડી જઈને તુરંત જ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં તેઓને સફળતા મળી હતી. જો કે અંતે આ સમગ્ર ઘટના મોકડ્રિલ જાહેર થઈ હતી.

સમગ્ર ગુજરાતનો દરિયાકાંઠો સંવેદનશીલ ગણવામાં આવે છે. આતંકવાદીઓ માટે દરિયાકાંઠેથી દેશમાં પ્રવેશવું સરળ માનવામાં આવે છે. ત્યારે દરિયાકાંઠે થતી દેશ વિરોધી ગતિવિધિઓને પહોંચી વળવા માટે પોલીસ કેટલી સક્રિય છે તે જાણવા નવલખી બંદરે એક મોકડ્રિલ યોજવામાં આવી હતી. જેમાં નવલખી બંદરે આવેલ બાર્જને ચાર આતંકવાદીઓ દ્વારા હાઇજેક કરવામાં આવ્યું હોવાનો કોલ મોરબી જિલ્લા પોલીસને મળ્યો હતો. જેથી કરીને તાત્કાલિક પોલીસ વિભાગ એલર્ટ થયો હતો. નવલખી બંદરે ઘટના સ્થળે પહોંચવા માટે એસ.ઓ.જી, એલસીબી, ક્વીક રીસેપોન્સ ટીમ તેમજ માળીયા તાલુકા પોલીસનો કાફલો રવાના થયો હતો.

- text

દરિયાઈ સીમામાં ચાર આંતકવાદીઓએ બાર્જને હાઇજેક કરી હતી. ક્વીક રીસ્પોન્સ ટીમના પીએસઆઇ સી.કે.રામાનુજ તથા તેમની ટીમેં પેટ્રોલિંગ બોટ દ્વારા પાછળથી છુપાઈને બાર્જ ચડી જઈને આતંકવાદીઓને પકડી લીધા હતા અને હાઇજેક કરેલ બોટ છોડાવી આતંકવાદીઓ પાસેથી ચાર હથિયાર તથા આરડીએક્સ પેકેટ સહિતનો મુદામાલ કબજે કર્યો હતો. આ સમગ્ર મોકડ્રિલ નિયત સમયમાં પૂર્ણ થઈ હતી અને પોલીસ તંત્રએ સમયબદ્ધતા દાખવી હતી.

- text