દિવ્યાંગ બાળકોની સેવા માટે મોરબીના યુવાનની ભોપાલ ખાતે નેશનલ કોન્ફરન્સમાં સંન્યાસની જાહેરાત

- text


દિવ્યાંગ બાળકોની સેવાની ભક્તિ માટે જીવન સમર્પિત કરી દેવાનો જાહેરાત કરી

મોરબી : મોરબીમાં દિવ્યાંગ બાળકોનાં ઉત્થાન માતે સક્રિય રહેતા વિજયભાઈએ ભોપાલ ખાતેની નેશનલ કોન્ફરન્સમાં સંન્યાસની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, મંદબુદ્ધિ બાળકો માટે સેવા કરવાની મારી પ્રવૃત્તિ છેલ્લા 7 વર્ષ થી ધીમી પણ મક્કમ ગતિથી અવિરત આગળ ધપતિ રહી છે, મારી આ યાત્રા ક્યારેય સરળ નથી રહી, છતાં યથા યોગ્ય સમયે યથા યોગ્ય મિત્રોનો સાથ મળતો રહ્યો છે, હૂં અંદર થી ક્યારેય ભાંગ્યો નથી, તૂટ્યો નથી, બલ્કે વધુ તાકાતથી ઉભો થયો છું, વિઘ્નો પાર કરી આગળ વધતો રહ્યો છું.

- text

ઈશ્વર દત અંતઃ પ્રેરણાથી શરૂ થયેલી મારી આ યાત્રામાં મને ઈશ્વરનો સાથ મળતો રહ્યો છે, આ બધી બાબતોને સાંકળી આજના દિવસે ભારતીય સરકાર ની રાષ્ટ્રીય ડિસેબીલીટી સંસ્થા (NIEPMD) અને (RCI)ના નેશનલ વર્કશોપમાં, હું મંદબુદ્ધિ બાળકોના વિકાસ, આત્મ ગૌરવ, સામાજિક ઉત્થાનની સેવા માટે મારી ગૃહસ્થી જીવન યાત્રા પૂર્ણ કરી, સંપૂર્ણ જીવન બાળકોની સેવા ભક્તિ કરવા ભગવા રંગે રંગાઈ સંન્યાસી દીક્ષા ધારણ કરવાનો સંકલ્પ જાહેર કરૂં છું. સેવાધારી એ તપ, ત્યાગ, અને બ્રહ્મચર્ય સાથે સંયમ ધારણ કરવો પડે છે. સેવા-સંકલ્પને સિદ્ધ કરવા માટે સંયમની આરાધના સાથે મનો દિવ્યાંગ બાળકો ની સેવાની ભક્તિ માટે જીવન અર્પણ કરૂ છું.

- text