મોરબી : નર્મદાની કેનાલમાંથી નીકળતી માઈનોર નં. 27 તથા 28નું બાકી કામ તાત્કાલિક પૂર્ણ કરવા રજૂઆત

- text


મોરબી : ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા નર્મદાની કેનાલમાંથી નીકળતી માઈનોર નં. 27 તથા 28 તેમજ અન્ય બ્રાન્ચના બાકી કામો તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા અંગે સિંચાઇ મંત્રી નિતિનભાઈ પટેલને રજૂઆત કરવા આવી છે.

આ રજૂઆત અનુસાર સૌરાષ્ટ્રમાં નર્મદા કેનાલનું બાંધકામ આજથી વીશ વર્ષ પહેલા થઈ જવા પામેલ છે. સૌરાષ્ટ્ર બ્રાન્ચમાથી પહેલા માળીયા બ્રાન્ચ કેનાલ બનાવવામાં આવેલ હતી. ત્યારબાદ ધ્રાંગધ્રા બ્રાન્ચ તેમજ મોરબી બ્રાન્ચનું કામ પણ પુંર્ણ થયેલ છે. ત્યારે મોરબી બ્રાન્ચ દ્વારા મચ્છુ-2 ડેમમાં પાણી નાખીને સૌરાષ્ટ્રના બીજા 41 ડેમો ભરવા માટેની સૌની યોજનાનું કામ પણ સરકાર દ્વારા ચાલી રહ્યું છે. મોરબીમાથી આ પાણી છેક દ્વારકા સુધીના ડેમોમાં જવાનું છે. પરંતુ સમસ્યા એ છે કે અમુક એવો વિસ્તાર છે કે જે કેનાલના સિંચાઇના પાણીની સુવિધાથી વંચિત છે. આમાં મોરબી તાલુકા અને માળીયા તાલુકાના એવા 52 ગામોની માગણી હજુ પડતર છે.

- text

વધુમાં, નર્મદાની બ્રાન્ચ કેનાલો જે મોરબી બ્રાન્ચના કમાન્ડ વિસ્તારમાં છે. તેવા વિસ્તારમાં પણ હજૂ સુધી બ્રાન્ચ કેનાલોની માઇનોર કેનાલો તેમજ ધોરિયાના કામો બાકી છે. જેના કારણે જે ગામોના ખેડૂતોનો સમાવેશ કમાન્ડ વિસ્તારમાં થયેલ છે. તેઓ પણ આ સિંચાઇની સુવિધાથી વંચિત છે. મોરબી બ્રાન્ચ કેનાલમાથી નીકળતી માઇનોર કેનાલ ન. 27 અને 28 જેનું કામ હજુ સુધી પૂર્ણ થયેલ નથી. જેના કારણે આના કમાન્ડ વિસ્તારમાં આવતા ગામો જેવા કે ઘુંટુ, તળાવિયા શનાળા, મહેન્દ્રનગર, બેલા, સાદુંળકા, ટિંબળી, ધરમપુર જેવા ગામો આ કેનાલના કામો ના થવાના કારણે નર્મદા કેનાલની સિંચાઇની સુવિધાથી વંચિત છે. આવી જ રીતે બીજી ઘણી બ્રાન્ચ કેનાલોમાં પણ ઘણા કામો બાકી છે. જેતપર (મચ્છુ) ગામની માઇનોરનું કામ પણ બાકી છે.

ત્યારે કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા નર્મદાની કેનાલમાંથી નીકળતી માઈનોર નં. 27 તથા 28 તેમજ અન્ય બ્રાન્ચના બાકી કામો તાત્કાલિક ધોરણે પૂરા કરાવીને આ ખેડૂતોને સિંચાઇની સુવિધા મળે તેવું કરવા માંગણી કરવામાં આવી છે.

- text