મોરબીના શકત શનાળામાં નિર્મિત સૌપ્રથમ ભારત માતા મંદિરનો તા.2એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

- text


મોરબી : એક નાગરિક તરીકે ગૌરવ લેવા જેવી હકીકત છે કે વિશ્વના તમામ દેશોમાં માત્ર આપણા ભારત દેશને જ માતાનું બિરુદ આપવામાં આવેલ છે. તેમજ સામાન્ય રીતે, ભગવાનના કે સાધુ-સંતોના મંદિરો બનાવવામાં આવે છે. પરંતુ મોરબીમાં શકત શનાળા ખાતે ભારત માતાનું મંદિર બનાવવામાં આવેલ છે. જેમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત, આ મહોત્સવ અંતર્ગત દાદા-દાદી સંમેલન, સેવા કાર્યકર્તા સંમેલન જેવા અનેક અનોખા કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

મોરબીના શકત શનાળામાં આવેલ સરસ્વતી શિશુ મંદિર ખાતે ભારત માતાનું મંદિર બનાવવામાં આવેલ છે. જેમાં તા. 2 ફેબ્રુઆરીએ બપોરે 12.39 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા બાવન શક્તિપીઠના સ્થાપનનુ આયોજન કરવામાં આવેલ છે.

- text

આ કાર્યક્રમ અંતર્ગત 29મી જાન્યુઆરીએ સેવા કાર્યકર્તા સંમેલન રાત્રે 9થી 11 કલાકે, 30મી જાન્યુઆરીએ ઉધોગપતિ સંમેલન રાત્રે 9થી 11 કલાકે, 31મી જાન્યુઆરીએ અખંડ જ્યોત યાત્રા ઉમિયા સર્કલ ખાતે બપોરે 3 કલાકે અને શિક્ષક સંમેલન રાત્રે 9થી 11 કલાકે, 1લી ફેબ.એ દાદા – દાદી સંમેલન બપોરે 3થી 5 કલાકે અને લોક ડાયરો રાત્રે 9 કલાકે, 2જી ફેબ.એ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા બપોરે 12.39 કલાકે, જાહેર સભા પટેલ સમાજ વાડી ખાતે 3-30 કલાકે તથા સાંજે 6-30 કલાકે પટેલ સમાજ વાડી ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. આ દરેક કાર્યક્રમનો લાભ લેવા માટે આયોજકોએ ભાવિકોને આમંત્રણ પાઠવેલ છે.

- text