મોરબી : કારમાં 28 હજારના વિદેશી દારૂ સાથે શખ્સ પકડાયો

- text


એલસીબીની કાર્યવાહી : રૂ. 1.79 લાખનો મુદ્દામાલ જપ્ત

મોરબી : મોરબી એલસીબીની ટીમે વિશિપરા વિસ્તારમાં કારમાં વિદેશી દારૂની 96 બોટલ લઈને જતા શખ્સને પકડી પાડી રૂ. 1.79 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એલસીબીની ટીમે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે અમરેલી રોડ ઉપરથી પસાર થતી મહિન્દ્રા લોગાન કાર નંબર જીજે 12 8059માંથી અંગ્રેજી દારૂની બોટલ નંગ 96 કિંમત રૂ. 28,800 સાથે અબ્દુલભાઇ સુમારભાઈ સુમરાને પકડી પાડ્યા હતા. આ સાથે એલસીબીએ રૂ.1.50 લાખની કાર મળીને કુલ રૂ. 1,79, 300નો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text