વાંકાનેર : દિધલીયા ગામની સીમમાંથી સાત શખ્સો જુગાર રમતા ઝડપાયા : 1.57 લાખનો મુદ્દામાલ જપ્ત

- text


વાંકાનેર : તાલુકાના દીધલીયા ગામની સીમમાંથી વાંકાનેર તાલુકા પોલીસે સાત શખ્સોને જુગાર રમતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પો.કોન્સ. શિવરાજસિંહ વાળાને મળેલી ચોક્કસ બાતમીને આધારે દીધલીયા ગામની ગુદાની સીમ સરધારકા જવાના માર્ગે રસુલભાઈ ખોરજીયાની વાડીમાં આવેલ પોલટ્રી ફાર્મમાં રેડ કરી હતી. જ્યાં નાલ ઉઘરાવી બહારથી માણસો બોલાવી જુગાર રમાડનાર રસુલભાઈ સાવદીભાઈ ખરોજીયા ઉં.વ. 51 વાળાને ઝડપી પાડ્યો હતો. આ સાથે જુગાર રમવા આવેલા અન્ય 6 શખ્સોની પણ અટકાયત કરાઈ હતી. જેમાં લખમણ ધીરુભાઈ કુમખાણીયા ઉં.વ. 27, છનાભાઈ રવજીભાઈ રોજારા ઉં.વ. 25, ચોથાભાઈ રૂપાભાઈ રંગપરા ઉં.વ.30, પાચાભાઈ રૂપાભાઈ રંગપરા ઉં.વ. 22, હરેશભાઇ ગાંડુંભાઈ ધોરીયા ઉં.વ. 39 અને ભરતભાઇ દેવભાઈ મૂંધવા ઉં.વ. 32 સામે જુગરધારા કલમ 4-5 હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉક્ત સ્થળેથી પોલીસને 76450 રૂપિયાની રોકડ, 40000 ની કિંમતની ફોરવ્હીલ ગાડી, એક મોટરસાયકલ કિંમત રૂ. 30000 તથા 6 નંગ મોબાઈલ કિંમત.રૂ. 11000 મળી કુલ 1,57,450 રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.

- text