મોરબી : મંગલમ્ ફાઉન્ડેશન દ્વારા ગરીબોને ગરમ ધાબળા વિતરણ

- text


મોરબી : મંગલમ્ ફાઉન્ડેશન અને શહેર યુવા ભાજપ ઉપપ્રમુખ હિરેન પંડ્યા તેમજ સાથી મિત્રો દ્વારા નિરાશ્રિત લોકો જે કડકડતી ઠંડીમાં ઠૂંઠવાતા લોકો સુધી પહોંચી ગરમ ધાબળાનું વિતરણ કરી તે લોકોના આશીર્વાદ મેળવ્યા હતા. હરહમેશ પ્રેરણાદાયી સેવામાં મોખરે મંગલમ્ ફાઉન્ડેશનના સભ્યોએ યાદીમાં જણાવ્યું હતું કે આ સેવાકાર્ય કરી ભગવાનના રૂબરૂ દર્શન થયા જેવી અનુભુતી થઇ હતી અને આ નિરાશ્રિત લોકો દ્રારા ખૂબ આશીર્વાદ મળ્યા હતા.

- text