વાંકાનેર : કૂવામાં ખાબકેલા વાછરડાનું રેસ્ક્યુ કરીને આબાદ બચાવ

- text


યુવાનોએ કૂવામાં દોરડું બાંધીને અંદર ઉતરી વાછરડાને હેમખેમ બહાર કાઢ્યું

વાંકાનેર : વાંકાનેર નજીક અવાવરું કૂવામાં એક વાછરડું ઓચિંતા પડી ગયું હતું. આ બમાવની જાણ થતાં યુવાનોની ટીમે કોઈની મદદ લીધા વગર જાતે રેસ્ક્યુ હાથ ધર્યું હતું અને યુવાનોએ કુવામાં અંદર ઉતરી દોરડા વડે વાછરડાને હેમખેમ બહાર કઢીને તેને બચાવી લીધું હતું. યુવાનોની આ સરાહનીય કામગીરી બિરદાવવા લાયક છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના પાંજરાપોળ પાસે આવેલ એક અવાવરું કુવામાં ગાયનું એક વાછરડું અકસ્માતે ખાબકયું હતું. ભંડકીયા જેવા કુવામાં અંદર પડેલા વાછરડાના જીવ ઉપર જોખમ ઉભું થયું હતું. આ બનાવની જાણ થતાં યુવાનો તેની વહારે દોડી આવ્યા હતા. જેમાં મુસ્તાક રાવાની અને તેની યુવાનોની ટીમે જાતે જ કુવામાં પડેલા વાછરડાનો જીવ બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને એક યુવાન કુવામાં અંદર ઉતર્યો હતો એ યુવાને કુવામાં રહેલા વાછરડાને દોરડું બાંધ્યા બાદ એ દોરડાને કુવાના કિનારે રહેલા અન્ય યુવાનોએ ખેંચી લીધું હતું. આ રીતે રેસ્ક્યુ કરીને યુવાનોએ વાછરડાને દોરડા વડે કુવામાંથી હેમખેમ બહાર કાઢીને તેને બચાવી લીધું હતું. યુવાનોની કોઈની પણ મદદ લીધા વગર જાનની બાઝી લગાવીને વાછરડાને રેસ્ક્યુ કરવાની કામગીરી પ્રસંશનીય છે. 

- text