મોરબીમાં યોજાયેલ આદર્શ માતા કસોટીમાં હિરલબેન નારાણીયા ટોપ ટેનમાં

- text


મોરબી : મોરબીમાં યોજાયેલ આદર્શ માતા કસોટીમાં સાર્થક વિદ્યામંદિરમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીના વાલી હિરલબેન પ્રજેશભાઈ નારાણીયાએ કુલ 1400 ઉમેદવાર બહેનોમાંથી 10મો નંબર પ્રાપ્ત કરી પરિવાર, શાળા તેમજ જ્ઞાતિનું ગૌરવ વધાર્યું હતું. આ તકે શાળા પરિવારે તેમનું સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં હિરલબહેને કસોટી અંગેના તમામ અનુભવો સાર્થક શાળાના શિક્ષિકા બહેનો સમક્ષ રજુ કર્યા હતા. તેમજ ઉપસ્થિત સર્વે લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

- text