ત્રેલડા બાળકોના પ્રથમ જન્મદીવસે કક્કડ પરિવારે જલારામ મંદિરના સદાવ્રતમા મહાપ્રસાદ યોજ્યો

- text


લગ્નજીવનના સાત વર્ષ બાદ પૂ.જલારામ બાપાની કૃપાથી મોરબીના કક્કડ પરિવારના આંગણે થયો હતો ત્રેલડા બાળકોનો જન્મ

મોરબી : મોરબીના જનતા ક્લાસીસ વાળા પ્રવિણ ભાઈ કક્કડના જયેષ્ઠ પુત્ર તરંગ ભાઈ કક્કડના આંગણે અવતરેલ ત્રેલડા બાળકોના પ્રથમ જન્મદિવસની વિશિષ્ટ રીતે ઉજવણી કરાઈ હતી.

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહા પ્રસાદ યોજી કક્કડ પરિવારે ત્રેલડા બાળકોનો જન્મદિવસ ઉજવ્યો હતો.જેમા બહોળી સંખ્યામા ભક્તજનોએ મહાપ્રસાદ ગ્રહણ કરી ત્રણેય બાળકોને પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છા-આશીર્વચન પાઠવ્યા હતા.

મોરબીના તરંગ કક્કડ કે જે મોરબી જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડના મોટાભાઈ છે જેમના લગ્ન તા.૨૭-૧૧-૨૦૧૧ના રોજ મોરબીના રમેશભાઈ રણછોડદાસ પુજારા (દરિયાલાલ પાન & બેકરી વાળા)ની પુત્રી ચિ. વૈશાલી સાથે થયા હતા. તેઓના લગ્નજીવનને સાત-સાત વર્ષ વિત્યા છતા સંતાન પ્રાપ્તિ થતી ન હતી ત્યારે પૂ.જલારામ બાપાની અમી વર્ષારૂપી આશીર્વાદથી બે દીકરીઓ અને એક દીકરાનો જન્મ તારીખ ૧૨-૧૨-૨૦૧૮ના રોજ થયો. દીકરો જોયાન, તથા દીકરીઓ જોહાના અને જેનેટનો પ્રથમ જન્મદીવસ મોરબીના કક્કડ પરિવારે પૂ.બાપાને સમર્પિત કર્યો હતો.

- text

તરંગભાઈ પાછલા ૬ વર્ષથી અમદાવાદ સ્થાયી છે, જ્યાં બી.જે. પટેલ ઉમિયા બી.બી.એ. કોલેજમા પ્રોફેસર તથા ફ્લોરોસન્ટ પબ્લીક સ્કુલમા શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓએ સંતાન પ્રાપ્તિ માટે ગામેગામ સારવાર કરાવેલ પરંતુ પરિણામ શૂન્ય પ્રાપ્ત થયુ હતુ. સતત નિરાશાઓ મળતી હોવા છતા કક્કડ પરિવાર નિરાશ ન થયો અને પૂ.જલારામ બાપામા અતુટ વિશ્વાસ અને શ્રધ્ધા દાખવી. પૂ.જલારામ બાપાના આશિર્વાદથી અમદાવાદની પ્રખ્યાત સનફ્લાવર વુમન્સ હોસ્પીટલના ડો.આર.જી.પટેલઅને તેની ટીમની સારવાર દ્વારા સફળતા પ્રાપ્ત થઈ અને ત્રેલડા સંતાનોની પ્રાપ્તિ થઈ. ત્યાર બાદ અમદાવાદની સેતુ ન્યુબોર્ન કેર સેંટર ખાતે ત્રણેય સંતાનોને ૪૫ દીવસ સઘન સારવાર બાદ બાળકોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત બન્યું હતું.

આ ત્રણેય બાળકોના પ્રથમ જન્મદીવસે મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે સદાવ્રતમા મહાપ્રસાદનું આયોજન થયુ હતું. ત્યારે બાળકોના પિતા તરંગ ભાઈ, માતા વૈશાલી બેન, દાદા પ્રવિણભાઈ કક્કડ, દાદી રીટાબેન કક્કડ, નાના રમેશભાઈ પુજારા, નાની ચંદ્રીકાબેન પુજારા, કાકા નિર્મિતભાઈ કક્કડ, કાકી પારૂલ બેન કક્કડ, મામા ડેનિશભાઈ પુજારા, મામી તૃપ્તિબેન પુજારા, ભાઈ તક્ષ તથા દીદી જીલ્વીએ બાળકોને લાડ લડાવી આશિર્વાદ પાઠવ્યા હતા.

- text