મંદિરે કાંટાની વાડ કરવા બાબતે મિતાણા ગામે ઘાતક હથિયારોથી હુમલો કરાયો

- text


ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા ગામે મેલડી માતાજીના મંદિરે કાંટાની વાડ કરવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં કુહાડી, ધારીયા, તલવાર જેવા ઘાતક હથિયારો વડે દંપતી પર હુમલો કરવામાં આવતા ભેાગ બનનારને સારવારમાં ખસેડાયા બાદ ફરિયાદ નોંધાવાતા ટંકારા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

- text

બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ બાવજીભાઇ જીવણભાઇ વાઘેલાએ (ઉં.વ.૩૬, રહે.મીતાણા પાણીના ટાંકા પાસે) સામા વાળા જગાભાઇ ટીડાભાઇ વાઘેલા રહે.વાછકપર, દેવજીભાઇ ટીડાભાઇ વાઘેલા રહે. કોટડાનાયાણી વાંકાનેર, જીલુભાઇ ટીડાભાઇ વાઘેલા રહે. રાજકોટ જકાતનાકા પાસે, ચેલુભાઇ દેવજીભાઇ વાઘેલા રહે. મીતાણા વિરૂધ્ધ ગુનેા નેાંધાવતા જણાવ્યુ હતુ કે, મીતાણા ગામે પાણીના ટાંકા પાસે મેલડી માતાજીના મંદિરે માતાજીના નિવેદ નિમિતે તાવો હોય જેથી તેઓ મેલડી માતાના મંદિર પાસે કાંટાની વાડ કરતા હતા ત્યારે સામાવાળાઓએ કહેલ કે અમોને પુછયા વગર મંદિરમાં વાડ કેમ કરે છે. તેમ કહીને માથાના ભાગે કુહાડીનો ઘા મારેલ તેમજ જમણા હાથમાં લાકડી વડે ઘા મારી ગંભીર ઇજા કરી હતી તેમજ તેની પત્નીને ઉંધા ધારીયાનો ઘા મારી ઇજા કરીને છુટી તલવારનેા ઘા કર્યેા હતેા તથા સાહેદને ઢીકાપાટુનો માર મારી ગાળો દઇ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બાબતે ફરિયાદ નોંધાવતા ટંકારા પેાલીસ મથકના ફીરોજખાન ઇબ્રાહીમખાન પઠાણે વધુ તપાસ હાથ ધરી છે.

- text