મોરબીમાં આજે વહેલી પરોઢે ધુમ્મસછાયું વાતાવરણ

- text


સૂર્યોદય સમયે ગાઢ ધુમ્મસ છવાય જતા પ્રકૃત્તિનું સૌંદર્ય સોળેય કળાએ ખીલી ઉઠ્યું

મોરબી : મોરબીમાં શિયાળાનું આગમન થઇ ચૂક્યું છે. સવારના તથા રાતના સમયમાં ઠંડીનો ચમકારો અનુભવાય છે. આ ગુલાબી ઠંડીનો લોકો આનંદ લઇ રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે ધુમ્મસછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સૂર્યોદય સમયે ગાઢ ધુમ્મસ છવાય જવાના કારણે પ્રકૃત્તિનું સૌંદર્ય સોળેય કળાએ ખીલી ઉઠ્યું હતું. ધુમ્મસના કારણે વાતાવરણ આહલાદક બની ગયું હતું. જાણે એવું લાગી રહ્યું હતું કે ધરતીએ ધુમ્મસની ચાદર ઓઢી લીધી છે! બીજી બાજુ, ગાઢ ધુમ્મસના કારણે વાહન વ્યવહારમાં ભારે મુશ્કેલીઓ સર્જાય હતી. ઝાકળના કારણે થોડે દૂરનું ધૂંધળું દેખાવાના કારણે વાહનચાલકો પર અક્સ્માતનું જોખમ તોળાઈ રહ્યું હતું. જો કે સૂર્યોદય પછી ધીરે-ધીરે 9 વાગ્યા સુધીમાં ઝાકળના બિંદુઓ વિખેરાય જવાના કારણે વાતાવરણ સ્વચ્છ બનતા વાહન વ્યવહારની વીટમ્બણાઓ દૂર થઇ હતી.

- text