મહેસુલી કર્મચારીઓની હડતાલનો આજે બીજો દિવસ : વર્ગ 3ની તમામ કામગીરી ઠપ્પ

- text


મોરબી : પડતર પ્રશ્નોની માંગણીઓને લઈને રાજ્યના મહેસુલ વિભાગના કર્મચારીઓના આંદોલનનો આજે બીજો દિવસ છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ આ હડતાલ અન્વયે કર્મચારીઓ કામકાજથી અળગા રહ્યા હતા.

- text

ગઈ કાલથી શરૂ થયેલી અચોક્કસ મુદતની હડતાલનો આજે બીજો દિવસ છે. ત્યારે મોરબી જિલ્લાના 100થી વધુ મહેસુલ ખાતાના કર્મચારીઓ આ આંદોલનમાં જોડાયા છે. વર્ગ 3ના કર્મચારીઓ દ્વારા કામગીરી બંધ રાખવામાં આવતા એની અસર વર્તાવવાની શરૂ થઈ છે. જો કે સરકારે હજુ આ બાબત ધ્યાને ન લેતા કર્મચારીઓ માંગણી પુરી ન થાય ત્યાં સુધી લડી લેવાના મૂડમાં હોવાનું મોરબી જિલ્લાના કર્મચારીઓએ જણાવ્યું છે.

- text