મોરબી : 114 મહેસુલ કર્મચારીઓની આજથી અચોકસ મુદતની હડતાલ

- text


મહેસુલી કર્મચારીઓ રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપ્યું : પડતર માંગણીઓ મામલે યોગ્ય ન્યાય ન મળે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો નિર્ણય

મોરબી : મોરબી જિલ્લાના મહેસુલી કર્મચારીઓએ પડતર પ્રશ્ને સરકારની લાંબા સમયની ઉદાસીનતાના કારણે કાળઝાળ બન્યા છે અને મોરબી જિલ્લાના 114 જેટલા મહેસુલી કર્મચારીઓએ લડતના મડાણ કરી આજથી અચોકસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા છે. મહેસુલી કર્મચારીઓએ રેલી કાઢીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

- text

મોરબી જિલ્લાના 114 જેટલા મહેસુલી કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને બુલંદ બનાવવા માટે આજથી અચોકસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા હતા અને ધરણાં પ્રદર્શન કરીને સરકારની નીતિ રીતિનો વિરોધ કર્યો હતો. બાદમાં મહેસુલી કર્મચારીઓએ રેલી કાઢીને કલેકટરને આવેદન આપ્યું હતું અને પોતાની પડતર માંગણીઓ ઉકેલવાની માંગ કરી હતી. તેમજ આ પડતર માંગણીઓ મામલે યોગ્ય ન્યાય ન મળે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો દ્રઢ નિધાર કર્યો છે. મહેસુલી કર્મચારીઓની હડતાળના પગલે મહેસુલ વિભાગની કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી અને અરજદારો હેરાન થયા હતા.

- text