મોરબી : શનાળા- ધૂનડા રોડ ઉપર ડમ્પરમાં ઓચિંતી આગ લાગી

- text


મોરબી : મોરબીમાં સતત બીજા દિવસે વાહનોમાં કોઈ કારણોસર આગ લાગવાના બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે મોરબીના શનાળા રોડ ઉપર રામચોક પાસે કારમાં આગ લાગ્યા બાદ આજે બીજા દિવસે પણ અન્ય વાહનમાં ઓચિંતી આગ લાગવાનો બનાવ બન્યો હતો.

આ આગના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શનાળા-ધૂનડા રોડ ઉપર ડમ્પરમાં આજે અચાનક જ આગ લાગી હતી અને જોતજોતામાં આગની લપેટમાં ડમ્પર આવી ગયું હતું. આ બનાવને પગલે આજુબાજુના લોકોએ એકઠા થઈને ડમ્પર પર લાગેલી આગને કાબુમાં લીધી હોવાનું જાણવા મળે છે. જોકે આ આગના બનાવમાં સદનસીબે જાનહાનીના સમાચાર મળ્યા નથી.શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

- text

- text