માળીયા(મી.)માં ધમકીના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા આરોપી ઝડપાયો

- text


મોરબી : રેન્જમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. શ્રી સંદીપ સિંહ સાહેબ દ્રારા રેન્જમાં એક સ્પેશીયલ સ્કવોડ બનાવવામાં આવી છે અને તે સ્કવોડના પો.સ.ઇ.શ્રી જે.એસ.ડેલાનાની ને સુચનાને પગલે સ્કવોડના હેઙ કોન્સ. મદારસિહ મોરી, ભગવાનભાઇ ખટાણા તથા મહાવીરસિહ પરમાર સાહિતનાએ માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બીભત્સ ગાળો તથા ધમકી આપવાના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા-ફરતા આરોપી ભુપતભાઇ સવાભાઇ ઠાકોર રહે.મુળ ઝીંઝુવાડા તા.પાટડી જી.સુરેન્દ્રનગ હાલ- કુકસ ગામ તા.શીનોર જી.વડોદરા વાળાને શીનોર ગામેથી ધોરણસર અટક કરીને શીનોર પો.સ્ટે. ખાતે સોંપી આપી આ બાબતેની માળીયા(મી.) પો.સ્ટે.ને જાણ કરી આગળની ઘટીત કાર્યવાહી કરવામાં આવેલ છે.

- text