મોરબીમાં ગત વર્ષે સંજય શેઠે જન્મદિવસે પ્રારંભ કરેલો સેવાયજ્ઞ અવિરત ચાલુ

- text


સંજય કેટરર્સવાળા સંજયભાઈ શેઠનો આજે જન્મદિવસ

મોરબી : મોરબીના સંજય કેટરર્સવાળા સંજયભાઈ શેઠનો આજે જન્મદિવસ છે. જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવા ગત વર્ષે તેઓએ મોરબીના નગરજનો માટે મુશ્કેલીના સમયે ઉપયોગમાં આવતી વ્હીલ ચેર, ટોઇલેટ ચેર, બગલ ઘોડી, એલબો, યુરીન પોટ, બેક રેસ્ટ, વોકર અને એર બેડની વિનામૂલ્યે સેવા આપવાનો સેવાયજ્ઞ ગત વર્ષે આરંભ્યો હતો. જેમાં આ વર્ષે આજે જન્મદિવસ નિમિત્તે ૨ ફોલ્ડિંગ પલંગ, ૨ એર બેડ, ૨ વ્હીલ ચેર તેમજ બીજી જરૂરીયાતના સાધનોનો નવી ખરીદી કરીને ઉમેરો કરવામાં આવ્યો છે.

- text

તા.૬-૧૨-૧૯૭૯ના રોજ વાકાનેરમા જન્મેલા અને ૧૯૯૩મા પરીવાર સાથે મોરબીમાં સ્થાયી થયેલા સંજયભાઈ મહીપતલાલ શેઠ (સંજય કેટરસઁ)નો આજે જન્મદીવસ છે. આજથી સંજય કેટરસૅ ગ્રુપ દ્વારા મોરબીના જરૂરિયાતમંદ લોકો માટે વ્હીલ ચેર, ટોઇલેટ ચેર, બગલઘોડી, એલબો, યુરીન પોટ, બેક રેસ્ટ, વોકર અને એર બેડની સેવા શરૂ કરી છે અને બધી જ સેવાઓ મફતમાં ઉપલબ્ધ છે. સમગ્ર જૈન તથા જૈનેતરો મોરબીના લોકો આ સેવા મેળવી શકે છે.

વધુ વિગતો માટે સ્વયં સેવકો નિસગઁ જે શાહ 99092 15520 / 94282 60048, વિશાલ સુખડીયા 82386 01986, મોકષેશ દોશી 94089 16633, જીગનેશ શાહ 84604 77737નો સંપર્ક કરવાનો રહેશે. મોરબીમાં ગત વર્ષે જન્મદિવસે અમુલ્ય સેવાયજ્ઞ શરૂ કરનાર સંજયભાઈને મોં.૯૮૯૮૨ ૯૪૧૨૩ ઉપર ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે.

- text