મોરબી : એસબીઆઈ બેંકના ગ્રાહક સાથે ઓનલાઈન ચિટિંગ

- text


મોરબી : ભારત સરકાર દ્વારા બેંકના મોટાભાગના વહીવટ ઓનલાઈન કરવા માટે પ્રયત્નો પુરજોશમાં ચાલુ છે. દરેક સરકારી સુવિધા મેળવવા કે વ્યાપારિક ટેક્ષ તેમજ ટોલ ટેક્સ સહિતની લેવડ દેવડ માટે સરકાર ઓનલાઈન પ્રક્રિયા પર ભાર મૂકી રહી છે કે જેથી બ્લેકમનીના વિષચક્ર પર કાબુ આવે. જો કે એની સામે ઓનલાઈન ચિટિંગના બનાવોની ફરિયાદો દિન-પ્રતિદિન વધતી જાય છે. પ્રોપર સિસ્ટમના અભાવે કે અલ્પ શિક્ષણના લીધે લોકો ફ્રોડનો ભોગ બની રહ્યા છે ત્યારે મોરબીમાં એક વેપારી સાથે બેન્ક ફ્રોડનો બનાવ બન્યો છે.

- text

મોરબીના વાવડી રોડ પર મિલન પાર્ક સોસાયટીમાં રહેતા ગુલઝારભાઈ ઇશાકભાઈ મોવર નામના વેપારીના મોબાઈલમાં ફોન આવેલ કે તમારું આધારકાર્ડ અને પાનકાર્ડ લઈને બેંકે આવી જાવ તમારૂ ખાતું બંધ કરવું પડશે. ફોન આવ્યો ત્યારે ફરિયાદી વડોદરા ગયેલ હોય એ દરમ્યાન અન્ય નંબર પરથી ફોન કરીને ગુલઝારભાઈને જણાવવામાં આવ્યું કે તમારા એકાઉન્ટમાં બેલેન્સ ઝીરો થઈ ગઈ છે. આ બાબતથી ચોંકી ગયેલા ગુલઝારભાઈ વડોદરાથી આવીને તરત બેંકે જતા ત્યાંથી જાણવા મળેલ કે બેંક તરફથી તેઓને આવા કોઈ કોલ કરવામાં આવ્યા નથી. આમ પોતાની સાથે ચિટિંગ થયાનું જાણી વેપારીએ મોરબીએ.ડીવી.પો.સ્ટેશને આ બનાવની જાણ કરી પોતાની ફરિયાદ નોંધી ચીટર ગેંગ અન્ય કોઈ સાથે આ રીતે ઠગાઈ ન કરે એ માટે ત્વરિત પગલાં લેવા અરજી આપી છે.

- text