મોરબીના વીસીપરામાં મકાનમાંથી રૂ.50 હજારના મુદામાલની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

- text


બી ડિવિઝન પોલીસે આરોપીને ઝડપી લઈને રૂ.43 હજારનો ચોરાઉ મુદ્દામાલ કબ્જે કર્યો

મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં ઘણધણીને સુતા રાખીને તસ્કરો તેમના મકાનમાંથી રૂ.50 હજારના મુદામાલની ચોરી કરી ગયાના બનાવમાં બી ડિવિઝન પોલીસે આ ઘરફોડી કરનાર શખ્સને ઝડપી લીધો હતો.બી ડિવિઝન પોલીસે આરોપી પાસેથી રૂ.43 હજારના ચોરાઉ મુદ્દામાલને રિકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા રાજેશભાઈ રઘુભાઈ ઝંઝવાડિયા ઉ.વ.42 ગત તા.25ના રોજ રાત્રે પોતાના ઘરમાં સુતા હતા.ત્યારે તેમના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને ઘરધણીને સુતા રાખી તેમના મકાનના કબાટમાંથી રોકડ તથા દાગીના મળીને કુલ રૂ.50 હજારના મુદામાલની ચોરી કરી ગયા હતા.આ બનાવની મકાન માલિકને જાણ થતાં તેમણે પોતાના ઘરમાંથી રૂ.50 હજારના મુદામાલની અજાણ્યા શખ્સો ચોરી કરી ગયાની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે બી ડિવિઝન પોલીસે તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી.

- text

બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ પી.બી.ગઢવીની સુચનાને પગલે પો.કોન્સ. એ.પી.જાડેજા, પો.કોન્સ.ભાનુભાઈ બાલાસરાએ બાતમીના આધારે આ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા કાલી ઉર્ફે કુલદીપ ધવલસિંહ ખીચી રહે વીસીપરા હાઉસિંગ હનુમાનજી મંદિર પાસે વાળાને કેશવાનંદ આશ્રમ પાસેથી ઝડપી લીધો હતો અને આ આરોપીએ ઘરફોડ ચોરીની કબૂલાત આપતા પોલીસે તેની પાસેથી રૂ.43 હજારના ચોરાઉ મુદ્દામાલને કબ્જે કર્યો હતો.આ કામગીરીમાં મોરબી બી ડિવિઝન સ્ટાફના કિશોરદાન ગઢવી,અર્જુનસિંહ ઝાલા,વનરાજભાઈ ચાવડા,રમેશભાઈ મિયાત્રા,મુકેશભાઈ ઝીલરીયા, ભગિરથભાઈ લોખીલ,દેવશીભાઈ મોરી વગેરે મદદમાં જોડાયા હતા.

- text