મોરબી : જય ભીમ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફેબ્રુઆરીમાં સમૂહ લગ્નનું આયોજન

- text


મોરબી : જય ભીમ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ – મકનસર દ્વારા સંત રોહિદાસ જન્મ જયંતિના દિવસે આગામી તારીખ ૦૯/૦૨/૨૦૨૦ના રોજ રવિવારે અનુસૂચિત જાતિ સમાજની ૧૧ યુવતીઓના સમૂહ લગ્ન યોજવાનું નક્કી કરેલ છે. આયોજકો દ્વારા આ સેવાકીય કાર્ય માં સમાજના દરેક લોકોને તન-મન-ધનથી પૂરતો સાથ અને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ સમૂહ લગ્નમાં પિતા અથવા માતા વિનાની દીકરીઓને પ્રથમ અગ્રીમતા આપવા માં આવશે. આ સમૂહ લગ્નમાં જોડાવવા ઇચ્છતા યુગલોના વાલીઓ નીચે મુજબના ડોક્યુમેન્ટ સાથે તારીખ ૧૫/૧૨/૨૦૧૯ (રવિવારે) સવારે ૧૧:૦૦ થી ૦૧:૦૦ સુધી ડો. આંબેડકર કમ્યુનિટી હોલ, જુના મકનસર ખાતે હાજર રહી ફોર્મ ભરવાનું રહેશે.

- text

ફોર્મ ભરતી વખતે વર અને કન્યાના જરૂરી ડોક્યુમેન્ટ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ૩-પાસપોર્ટ સાઇઝના ફોટો, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, માતા/પિતાના આધાર કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો, બેન્ક પાસબુક (કન્યાની), માતા/પિતાના મરણનો દાખલો, બ્રાહ્મણનું આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો સહીત બધા ડોક્યુમેન્ટની ત્રણ કોપીમાં સક્ષમ અધિકારીની ખરી નકલ (ટ્રુ કોપી) સાથે ઓરીજીનલ ડોક્યુમેન્ટ પણ સાથે લાવવાના રહેશે. વધુ વિગત માટે મો. ૯૭૨૬૯ ૩૯૮૬૪, મો. ૮૦૦૦૮ ૨૭૫૭૭, મો. ૮૮૬૬૬ ૪૪૪૪૪ પર સંપર્ક કરવાનું યાદીમાં જણાવેલ છે.

- text