મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી બેઠક મળી

- text


મોરબી : અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આહવાનથી નવી વર્ધિત પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા તેમજ પ્રાથમિક શિક્ષકોના અન્ય પડતર પ્રશ્નો અને માંગણીઓ સંદર્ભે તાલુકા કક્ષાના ધરણા કાર્યક્રમના આયોજન અને અમલીકરણ બાબતે ગઈકાલે તા. 27 નવેમ્બરના રોજ મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંદીપ આદ્રોજાના અધ્યક્ષ સ્થાને મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ પે સેન્ટર પ્રતિનિધિઓની કારોબારી બેઠક તાલુકા સંઘના કાર્યાલયે મળી હતી.

- text

મોરબી તાલુકા કક્ષાનો એક દિવસીય ધરણા કાર્યક્રમ આગામી તા. 30 નવેમ્બરને શનિવારના રોજ તાલુકા સેવાસદનની બહાર, લાલબાગ દરવાજા પાસે, મોરબી ખાતે યોજાશે તેમજ ધરણા દરમ્યાન મામલતદારને પડતર પ્રશ્નોના નિરાકરણ બાબતે સહભાગી થવા અંગે આવેદનપત્ર પાઠવવામાં આવશે. આ ઉપરાંત, કારોબારી બેઠકમાં ‘શિક્ષક જ્યોત’ લવાજમ અભિયાન, શૈક્ષણિક અને વહીવટી પ્રશ્નો જેવા કે ઉચ્ચતર પગાર ધોરણના કેસો, બી.એલ.ઓ. કામગીરી અને તેની મળવાપાત્ર રજાઓ અને શિક્ષણ વિભાગના જુદા-જુદા વહીવટી ઠરાવો અને પરિપત્રો તેમજ શાળાકીય કાર્યક્રમો બાબતે જરૂરી ચર્ચા કરી ઠરાવો પસાર કરી હાઈ ઓથોરિટી સમક્ષ જરૂરી રજૂઆતો કરવાનું સર્વાનુમતે નકકી કરવામાં આવ્યું હતું. બેઠકનું સંચાલન મહામંત્રી અશ્વિનભાઈ દલસાણીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

- text