ટંકારાના સાવડી ગામે વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો

- text


 

મૃતદેહને ફોરેન્સિક રિપોર્ટ માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો

ટંકારા : ટંકારાના સાવડી ગામે વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે ટંકારા પોલીસે નોંધ કરીને મૃતદેહને ફોરેન્સિક અર્થે રાજકોટ સિવિલમાં મોકલ્યો હોવાનું જાણવા મળ્યું છે.

- text

ટંકારા તાલુકાના સાવડી ગામે વાડીની ઓરડીમાંથી ઘેલાભાઈ વશરામભાઈ ચૌહાણ ઉ.વ.62નો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારજનોએ ગળા ઉપર ઇજાના નિશાન હોવાથી હત્યાની આશંકા સાથે પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક અર્થે ખસેડયો છે. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ બનાવની હકકિત સામે આવશે તેમ જાણવા મળ્યું છે.

- text