મોરબીના ખરેડા ગામે યુવાનની હત્યા કરનાર આરોપી એક દિવસના રિમાન્ડ પર

- text


મોરબી : મોરબીના ખરેડા ગામે ખેતમજૂરી કરતા યુવાનને થોડા દિવસો પહેલા તેની બાજુની વાડીમાં ખેતમજૂરી કરતા શખ્સે ધારીયાના ધા ઝીકીની તેની નિર્મમ હત્યા કરી હતી.તાલુકા પોલીસે ગઈકાલે આ હત્યાના બનાવનો ભેદ ઉકેલી નાખીને આરોપીને ઝડપી લીધો હતો.દરમિયાન આજે કોર્ટમાં આરોપીને રજૂ કરતા કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની અને મોરબીના ખરેડા ગામે આવેલ વાડી વાવવા રાખીને ખેતમજૂરી કરતા સત્યનારાયણ ઉર્ફે સતિષભાઈ રમેશભાઈ પરમાર અને તેની પત્ની ગત તા.23ના રોજ સુતા હતા. છે.તે દરમિયાન મૂળ મધ્યપ્રદેશનો વતની અને આજ ગામે તેમની બાજુની વાડીમાં કામ કરતો ઠાકુરસિંગ મોતીસિંગ ચૌહાણ નામનો શખ્સ ધારીયું લઈને સતિષભાઈની ઓરડીમાં ઘુસી આવીને નિદ્રાધીન હાલતમાં જ સતિષભાઈને ધારીયા ઘા ઝીકીની હત્યા કરી નાખી હતી.આ બનાવ અંગે મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આરોપી ઠાકુરસિંગની ધરપકડ કરી હતી.આરોપીએ પોલીસની પૂછપરછમાં તેનો.પુત્ર મૃતકે વાડીમાં વાવેલી મગફળીના છોડ તોડી નાખતા પુત્રને મૃતકે ફડાકો મારતા આરોપીએ મૃતકને ઠપકો આપ્યા બાદ મૃતક પાવડો લઈને મારવા દોડતા એ મારી નાખશે એવી બીકે સતિષની ઠાકુરસિંગે હત્યા કરી નાખી હોવાની કબૂલાત આપી હતી.તાલુકા પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કરતા કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

- text