મોરબી : નવયુગ સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા રાજકોટ સ્થિત બાલાજી વેફર્સની ઔદ્યોગિક મુલાકાત

- text


મોરબી : વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં કોમર્સના અભ્યાસમાં માત્ર થિયરિકલ વિષયો આવે છે. પ્રેક્ટિકલ વિષય ના આવવાના કારણે વિદ્યાર્થીઓને પૂરતું જ્ઞાન મળતું નથી. આજનો યુગ ધંધાકીય રીતે સ્પર્ધાત્મક યુગ છે. તેથી, ઉધોગને લગતી બાબતો વિષે વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ જ્ઞાન મળે તે હેતુથી નવયુગ શૈક્ષણિક સંકુલ દ્વારા બાલાજી વેફર્સની મુલાકાતે લઇ જવામાં આવ્યા હતા.

- text

મોરબીની નવયુગ શૈક્ષણિક સંકુલ તરફથી તાજેતરમાં શાળાના ધો. 11 કોમર્સના વિદ્યાર્થીઓને ઔદ્યોગિક મુલાકાતના સંદર્ભમાં રાજકોટ સ્થિત બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમિટેડની મુલાકાત લઇ વિદ્યાર્થીનીઓને આ કંપનીની વિવિધ પ્રોડક્ટ વિષે માહિતગાર કર્યા હતા. આ મુલાકાત દરમિયાન હાલની આધુનિક મશીનરીનો ઉપયોગ કરી પ્રોડક્ટ્સનું ઉત્પાદન અને પેકીંગ કેવી રીતે કરવામાં આવે છે, તેની સંપૂર્ણ માહિતી વિદ્યાર્થીનીઓએ મેળવી હતી. વિદ્યાર્થીઓને વેફર્સના રો મટીરીયલ બટેટામાંથી વેફર્સનું પેકેટ તૈયાર થવા સુધીની દરેક પ્રક્રિયા દેખાડવામાં આવી હતી. અને તેના વિષે સમજાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તેની અન્ય પ્રોડકટસ વિશેનું પ્રેઝન્ટેશન દેખાડવામાં આવ્યું હતું. તેમજ કંપનીના ડાયરેક્ટર ચંદુભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને અભિપ્રેરણાત્મક ઉપદેશ આપવામાં આવ્યો હતો. આ વિઝિટમાં કોમર્સ સ્કૂલના HOD સંતોકી સર, ડાંગર સર, પનારા સર, સપના મેડમ, ભારતી મેડમ વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા. આ મુલાકાતને સફળ બનાવવા માટે નવયુગ શૈક્ષણિક સંકુલના પ્રમુખ કાંજીયા સર અને આચાર્ય રાવલ સરએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

- text