મોરબી તાલુકા સરપંચ એસો.દ્વારા વીમા કંપની સામે મોરચો : કાલે આવેદન અપાશે

- text


પાક વીમા કંપની ખેડૂતોને યોગ્ય લાભ આપવા માટે ભારે આડોળાઈ કરતી હોવાની ફરિયાદ સાથે વિરોધ કરાશે

મોરબી : મોરબી તાલુકા સરપંચ એસોસિએશને પાક વીમા કંપનીઓ સામે મોરચો માંડ્યો છે.જેમાં અતિવૃષ્ટિ અને માવઠામાં થયેલી નુક્શાનીનું વળતર ચૂકવવા માટે વીમા કંપનીઓ રીતસર ડાંડાઇ કરતી હોવાની રાવ સાથે આવતીકાલે તાલુકા સરપંચ પંચાયતની કચેરી ખાતે મોરબી તાલુકાના સરપંચો એકઠા થઇ વિરોધ નોંધાવ્યા બાદ આ અંગે આવેદનપત્ર પાઠવશે તેવું જાણવા મળ્યું છે.

- text

મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિ અને માવઠાના કારણે પાકોમાં મોટું નુકશાન થવાથી ખેડૂતો બેહાલ બન્યા છે.જોકે ખેડૂતોને પડેલા આ બેવડા મારની કફોડી હાલતમાંથી ઉગારવા રાજ્ય સરકારે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે.પણ વીમા કંપનીઓ ભારે અડોળાઈ કરીને અન્યાયકારી નીતિ અપનાવતી હોવાથી ખેડૂતોને નુક્શાનીના વળતરનો લાભ મળે તેમ ન હોય વીમા કંપનીઓની અન્યાયકારી નીતિનો વિરોધ કરવા માટે મોરબી તાલુકા સરપંચ એસોસિએશન મેદાને પડ્યું છે.જેમાં મોરબી તાલુકા સરપંચ એસો.ના નેજા હેઠળ તમામ સરપંચો આવતીકાલે ગુરુવારે સવારે 11 વાગ્યે તાલુકા પંચાયત કચેરીએ એકઠા થઇને વિરોધ નોંધાવશે અને બાદમાં બપોરે 12 વાગ્યે કલેકટરને આવેદનપત્ર આપશે તેમ જાણવા મળ્યું છે.

- text