મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના વિવિધ પ્રશ્નો માટે ધરણા

- text


મોરબી : સરકારના કોઈપણ કાર્યક્રમો હોય, સરકારની કોઈપણ યોજનાઓ હોય, લોકો સુધી પહોંચાડવાનું અને વિદ્યાર્થીઓના ભણતર, ગણતર અને ઘડતરનું કાર્ય શિક્ષકો સુપેરે કરે છે પણ શિક્ષકોના કેટલાક પ્રશ્નો.કેટલીક માંગણીઓ વર્ષોથી વણઉકેલી પડી છે. જેમ કે જૂની પેન્શન યોજના તાત્કાલિક ચાલુ કરવી, છઠ્ઠા પગારપંચની વિસંગતતાઓ દૂર કરી સાતમા પગારપંચની સંપૂર્ણ અમલવારી તા.1/1/16ની અસરથી સમગ્ર દેશના બધા શિક્ષકોને સમાનરૂપે લાગુ કરવી, ઉચ્ચતર પગાર ધોરણ સી.સી.સી.પરીક્ષા પાસ કર્યા બાદ પરંતુ મળવાપાત્ર તારીખથી આપવા બાબત તેમજ તા.30.6.16 પછી મુદત વધારવા બાબત, પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ રૂ.4200/-ગ્રેડ પે ચાલુ રાખવા બાબત, એસ.પી.એલ. રજા અન્ય જિલ્લાની જેમ મંજૂર કરવી, છેવાડાના તાલુકાઓમાં ફરજ બજાવતા વિદ્યાસહાયકોના દશ વર્ષના બોન્ડ નાબૂદ કરવા, ઉચ્ચ પ્રાથમિક શિક્ષકને અલગ ગ્રેડેશન આપવા બાબત વખતોવખત રજૂઆતો કરવા છતાં આ બધા જ પ્રશ્નોનો યોગ્ય ઉકેલ આવતો ન હોય તા.30.11.19ના રોજ બપોરના 12.00થી સાંજના 5.00 સુધી તાલુકા મથકે મોટી સંખ્યામાં અખિલ ભારતીય શિક્ષક સંઘ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અન્વયે દરેક તાલુકા મથકે શિક્ષકો ધરણા ઉપર બેસશે અને આ ધરણા દ્વારા પોતાની લાગણી અને માંગણી સરકાર અને વહીવટી તંત્ર સમક્ષ પહોંચાડશે.

- text