મોરબી : ચોરાયેલા મોટર સાયકલ સાથે બે પકડાયા

- text


મોરબી : મોરબીમાં ગત તા. 5 ઓક્ટોબરના રોજ સંકલ્પ પાર્ટી પ્લોટની બહારથી સ્પેલન્ડર નં. GJ36N0099ની ચોરી થઇ ગઈ હતી. આ ગુનાની નોંધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. પોલીસે મોટર સાયકલની ચોરી કરનારા બે શખ્સોને ગઈકાલે પકડી પડ્યા હતા. ગઈકાલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ચકુભાઇ કાળોતરા તથા જયપાલ લાવડીયાને બે શખ્સો ચોરી કરેલ સ્પેલન્ડરને દોરીને ખાખરેચી દરવાજા પાસેથી ચાલ્યા જતા હોવાની મળેલ બાતમી મુજબ પોલીસે તે સ્થળે વોચ ગોઠવી હતી. બંને શખ્સો ત્યાંથી પસાર થતા તેઓને કડકાઈથી પૂછપરછ કર્યા બાદ મોટર સાઇકલ સંકલ્પ પાર્ટી પ્લોટની બહારથી ચોરી કરેલું હોવાનું જાણવા મળ્યું હતું. આ ગુનામાં પોલીસે આરોપી યશ ગીરીશભાઈ વાઘેલા (ઉ. વ. 20, રહે. ગાયત્રી નગર – 1, વાવડી રોડ, મોરબી) તથા વસંત જેરામભાઈ વાઘેલા (ઉ. વ. 19, રહે. નવલખી રોડ, મોરબી)ને મોટર સાયકલ કિ. રૂ. 4,00,000 સાથે પકડી ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર. જે. ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી. કે. ગોંડલીયા સહિતની પોલીસ ટીમ જોડાયેલ હતી.

- text