મોરબીના જેતપર ગામે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

- text


મોરબી : મોરબીના જેતપર ગામે જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના જેતપર બસસ્ટેન્ડ નજીક ગઈકાલે જુગાર રમતા દિલિપભાઇ કાનાભાઇ હિન્ડોચા,લખમણભાઇ મોતીભાઇ માથાસોલીયા ,નિેલેષભાઇ વેલજીભાઇ બાવરવા,નાજાભાઇ પરસાડીયાને કુલ.રોકડ રૂ.૬,૭૦૦ તથા મોટર સાયકલ કિ.રૂ.૪૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૪૬,૭૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.જ્યારે આ જુગારની રેડ દરમિયાન સતિષભાઇ ચંદુભાઇ જાનવા નામનો શખ્સ મોટર સાયકલ મુકી નાશી જતા પોલીસે તેની સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text