સંસ્કૃત ભારતી આયોજિત વિશ્વ સંમેલનમાં મોરબીના 12 હોદેદારો જોડાશે

- text


મોરબી : સંસ્કૃત ભારતી દ્વારા આગામી 9થી 11 નવેમ્બર દરમિયાન દિલ્લીમાં સૌ પ્રથમ વિશ્વ સંમેલનનું આયોજન થયું છે. પ્રથમવાર યોજાનાર આ વિશ્વ સંમેલનમાં 22 દેશના સંસ્કૃત ભારતીના દાયિત્વ ધરાવતા કુલ 4000થી વધુ કાર્યકર્તાઓ હાજર રહેશે. આ તકે સંસ્કૃત ભારતી મોરબી જનપદ તરફથી 12 હોદેદારો ભાગ લેશે. જેમાં અધ્યક્ષ ડો. બળવંતરાય પંડ્યા, સંયોજક કિંશૉરભાઈ શુક્લ, સહસંયોજક મયુરભાઈ શુક્લ, પ્રચાર-પ્રસાર પ્રમુખ હિરેનભાઈ રાવલ, પ્રચાર-પ્રસાર સહ પ્રમુખ નિલેશભાઈ પંડિત, પત્રાચાર પ્રમુખ ઉષાબેન પંડ્યા, પત્રાચાર સહ પ્રમુખ બળદેવભાઈ કાચરોલા, ગૌરવ પરીક્ષા પ્રમુખ જયદીપભાઈ ઠાકર, બાળકેન્દ્ર સહ સંયોજિકા આશાબેન શુક્લ, ટંકારા તાલુકા સંયોજક મનોરંજન પ્રસાદ, વાંકાનેર તાલુકા સંયોજિકા પાયલબેન ભટ્ટ તથા બાળકેન્દ્ર સંયોજિકા ક્રિષ્નાબેન કેસુરનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે સંસ્કૃત ભારતીના રાષ્ટ્રીય સંગઠન મંત્રી દિનેશ કામત સહીત અન્ય અગ્રણીઓ અને પદાધિકારીઓ દ્વારા સંસ્કૃત ભારતી દ્વારા આયોજિત થતા વિવિધ કાર્યક્રમો તથા પ્રથમ વિશ્વ સંમેલન સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવામાં આવી હતી.

- text