ટંકારાના નાના રામપર ગામે શક્તિ માતાના મંદિરે 944 દીવડાની મહાઆરતીનું આયોજન

- text


ટંકારા : ટંકારા તાલુકાના નાના રામપર ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરે તા.8 ના રોજ શુક્રવારે 944 દીવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિક્રમ સંવત 2076 કારતક સુદ તા 8 ના રોજ શુક્રવારે શ્રી શક્તિ એકાદશી નિમિતે માં શક્તિના 944 માં જન્મોત્સવ નિમિતે ભા ગ્રુપ દ્વારા આ 944 દિવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.નાના રામપર ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરે રાત્રે 8 વાગ્યે મહાઆરતી અને રાત્રે 9-30 વાગ્યે રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.આ ધાર્મિક કાર્યક્રમનો સર્વ ધર્મપ્રેમી જનતાને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text